વલસાડ: અટક પારડી પાસે ગુણી ભરેલ આઇસર ટેમ્પો સામાન ઉતારતી વેળાએ ફસાતા અધવચ્ચે લટક્યો
Valsad, Valsad | Nov 18, 2025 મંગળવારના 10:15 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના અટક પાર્ટી રોડ ઉપર એક આઇસર ટેમ્પો ગુણીઓ ખાલી કરવા માટે આવ્યો હતો. જે દરમિયાન પાર્કિંગમાં રિવર્સ મારતી વેળાએ ગુણીઓ ભરેલો ટેમ્પો અધવચ્ચે ફસાઈ ગયો હતો. અને અડધો ફસી ગયો હતો. જો કે ચાલક દ્વારા ટેમ્પાને બહાર કાઢવા માટે ઘણા પ્રયત્નો કરવા છતાં પણ ન નીકળતા તેને અન્ય રીતે કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.