ધ્રાંગધ્રા: શહેરમાં મોંઘવારીનો માર આમ પ્રજા પરેશાન શાકભાજી થી લઈ તમામ વસ્તુઓ ભાવો વધ્યા મધ્યમ પરિવારજનોને ઘર ચલાવું બન્યું મુશ્કિલ
ધ્રાંગધ્રા શહેરમાં શાકભાજીની આવક ઘટતા 15% થી વધુનો ભાવ વધારો નોંધાયો છે ખાસ કરીને હાલમાં વડોદરા સુરત અમદાવાદ શહીતના વિસ્તારોમાંથી શાકભાજી મંગાવી અને ત્યારબાદ વહેલી સવારે ચરમરીયા ગ્રાઉન્ડ અને માર્કેટમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે જ્યારે ધ્રાંગધ્રા પથકના ખેડૂતો દ્વારા શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ તેનું સમયસર ઉત્પાદન ન આવતા હાલમાં લસણના પ્રતિ કિલોના 200 તેમજ બટાકા ટામેટાના પણ પ્રતિ કિલોના ભાવ ₹50 ની બહાર પહોંચી ચૂક્યા છે