રાજકોટ પૂર્વ: ક્રિકેટર સેતેશ્વર પુજારના સાળાના આપઘાત મુદે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ
રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અમીન માર્ગ પર રહેતા ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ (ઉં.વ. 30) પોતાના નિવાસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર મામલે સાંજે 8:00 વાગે માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે કયા કારણોસર આપઘાત કર્યો તે આજે સુધી સામે આવ્યો નથી હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે