ઝાલોદ: ઝાલોદ સબજેલ ખાતે વિશ્વ એઇડ્સ દિવસ અંતર્ગત HIV/AIDS જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Jhalod, Dahod | Dec 2, 2025 આજે તારીખ 02/12/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં DTHO ડૉ. આર.ડી. પહાડીયા તથા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઝાલોદની ટીમ દ્વારા કેદીઓને જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવી.1 ડિસેમ્બરના “વિશ્વ એઇડ્સ દિવસ” નિમિત્તે સમગ્ર સપ્તાહ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ પરંપરાના ભાગરૂપે આજે તા. 02/12/2025ના રોજ ઝાલોદ સબજેલ ખાતે HIV/AIDS સંબંધિત જાગૃતિ ફેલાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.