જામનગર શહેર: જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ફરી એક વાર સિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ યોજાઈ
જામનગરમાં ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે એરફોર્સ સ્ટેશન મોકડ્રીલનું આયોજન. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે એરફોર્સ સ્ટેશન જામનગર ખાતે પણ આ મોકડ્રિલ યોજવાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન હાથ ધરાયુ છે.