શનિવારે સુરત ભાવનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાંડેસરા ના ગોવાલક નગર સ્થિત પાણીપુરી બનાવતા આઠ થી દસ જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમ્યાન મોટા પ્રમાણમાં બટાકાનો અખાધ જથ્થો મળી આવ્યો હતો.જે જથ્થાનો પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.પાલિકાએ પાણીપુરી બનાવતા ઇસમો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી.એટલું જ નહીં પરંતુ આગામી સમયમાં આ પ્રકારના જથ્થાનું વેચાણ કરશે તો કડક કાર્યવાહીની ચીમકી આપી હતી.