કરણ ગામે માહ્યાવંશી મોહલ્લામાં ગૌરક્ષાનો માનવતાભર્યો પ્રસંગ જોવા મળ્યો હતો. ગામના રહેવાસી પંકજભાઈ માહ્યાવંશીના માલિકીના ખાળ કુવામાં એક ગાય પડી ગઈ હતી. આ ઘટના સોનલબેન દ્વારા નજરે પડી હતી, જેઓએ ગાયને લગભગ બે કલાકથી કુવામાં પડેલી જોઈ હતી. તરત જ ગામમાં જાણ કરતાં પંકજભાઈ માહ્યાવંશી, શીવમ નાયક તથા કાનાભાઈ ભરવાડ સહિતના ગ્રામજનોએ તાત્કાલિક મદદ માટે પ્રયત્નો શરૂ કર્યા. પરિસ્થિતિની ગંભીરતા જોતા તરત જ જેસીબી મશીન મંગાવી હેમખેમ બહાર કાઢી