અંજાર બાર એસોસિયેશનની આગામી તા.19/12ના રોજ યોજાનારી ચૂંટણીમાં પ્રમુખ, મહિલા ઉપપ્રમુખ, સહમંત્રી અને કારોબારી સભ્ય પદ માટે હવે સ્પર્ધા થશે. પ્રમુખ પદ માટે નટુભા વેલુભા રાઠોડ અને યશ કિરીટ પોટા વચ્ચે ટક્કર છે. મહિલા ઉપપ્રમુખ પદ માટે શાંતાબેન કે. બારોટ અને પૂજા એસ. બારમેડા મેદાનમાં છે, જ્યારે સહમંત્રી પદ માટે ચેતન કરશનભાઈ ગઢવી અને દિનેશ કાનજી બાંભણિયા વચ્ચે હરીફાઈ છે.