જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડ્રગ્સ કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીને એસઓજીની ટીમે રાજસ્થાનના પ્રતાપગઢ ખાતેથી વેશપલ્ટો કરી દબોચી લીધો છે. એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મેફેડ્રોન ડ્રગ્સ 233.78 ગ્રામ કિ.રૂ.23,37,800 લાખના મુદામાલના ચાર્ટર કેસના નાસતા ફરતો આરોપી તારાચંદ મીણા રહે. પ્રભાતપુર રાજસ્થાન એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં વોન્ટેડ હતો. જૂનાગઢ પોલીસે આરોપીની અટકાયત કરી તેને એસઓજી ઓફિસ ખાતે લાવવામાં આવ્યો હતો.