ગોધરાના સિગ્નલ ફળીયા વિસ્તારમાં પારિવારિક વિવાદ ઉગ્ર બનતા ચાર ઈસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, અબ્દુલ કરીમ હાજીના ઘરે જમાઈ જુનેદભાઈ તથા તેમના માતા-પિતા અને બહેન આવ્યા હતા અને પત્ની સંબંધિત ઝગડાને લઈને અપશબ્દો બોલ્યા હતા. વિરોધ કરતાં જુનેદભાઈએ અબ્દુલ કરીમ હાજી પર મારામારી કરી હતી, જેમાં તેમની પત્ની વચ્ચે પડતાં અન્ય આરોપીઓએ પણ હુમલો કર્યો હતો. આસપાસના લોકો દોડી આવતા ઝઘડો શાંત થયો હતો. આરોપીઓએ ધમકી આપી સ્