સુરતના ડીંડોલી વિસ્તારમાં માનવતાને શરમાવે એવી એક ઘટના પ્રકાશમાં આવી છે. દેલાડવા ગામ પાસે આવેલા રામજી મંદિરના તળાવ કિનારે કોઈ પાષાણ હૃદયની જનેતા પોતાની માત્ર એક જ દિવસની માસૂમ દીકરીને તરછોડીને નાસી છૂટી હતી. કડકડતી ઠંડી અને અસુરક્ષિત માહોલમાં લોહીના સંબંધને રઝળતો મૂકી દેનારી આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. જે ઉંમરે બાળકીને પોતાની જનેતાની હુંફની જરૂર હતી, તે ઉંમરે તેને રામ ભરોસે છોડી દેવામાં આવતા લોકોમાં ભારે રોષ અને દુઃખ જોવા મળી રહ.