તિલકવાડા: ભાદરવા મેળામાં ફરવા આવેલા ડેડીયાપાડા ના કેવડી ગામના યુવક નો મોબાઈલ ખોવાતા તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
આ કામના જાહેરાત આપનાર વૈભવભાઈ માધુસિંહ તડવી રહે કેવડી તાલુકો દેડયાપાડા જેવો તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે મેળામાં ફરવા માટે આવેલ હોય તે દરમિયાન મેળામાં ફરતા સમયે તેમનો ઓપો રેનો 11 /5G મોબાઈલ ફોન તપાસ કરતા ગજવામાં મળી આવેલ ન હોય તેઓએ આસ પાસ તપાસ કરતા મોબાઈલ ફોન ક્યાંક પડી ગયેલ હોવાથી વૈભવભાઈ તડવીએ તિલકવાડા પોલીસ મથકે મોબાઈલ ફોન ખોવાયા બાબતે જાણ કરતા તિલકવાડા પોલીસે જાણવા જોગનો ગુનો નોંધી મોબાઈલ ફોન શોધી કાઢવા માટે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે