હાલોલ: હાલોલની શૈલી ચોકડી પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો,બાઇક ચાલક થયો ઇજાગ્રસ્ત
હાલોલની શૈલી ચોકડી પાસે તા.19 નવેમ્બર બુધવારે સાંજના સુમારે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અક્સ્માતમાં બાઇક ચાલકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેમાં એદલપુર ગામના મિથુન વિક્રમસિંહ સોલંકી ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માતમાં મિથુન સોલંકીને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી પછી તેમને વધુ સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા