જામનગર શહેર: પટેલ કોલોની વિસ્તારમાં ઢોસામાંથી મૃત જીવાત નીકળતા ગ્રાહકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા સંકલ્પ ઢોસા હાઉસમાં ઢોસા ખાવા ગયેલા એક ગ્રાહકને કડવો અનુભવ થયો. ગ્રાહકે સાદો ઢોસો મંગાવ્યો હતો. જેમાં મૃત જીવાત નીકળી હોવાનો વિડિયો ઉતારી ગ્રાહકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, ગ્રાહકે આ મામલે સ્થાનિક ફૂડ વિભાગને પણ ફરિયાદ કરી હતી.