ચોટીલા પંથકમાં નાની મોલડીથી રાજપરાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. રાજ્ય સરકારના વિકાસના દાવાઓ વચ્ચે આ માર્ગને કારણે 20થી વધુ ગામોના રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.નાની મોલડી, મોટી મોલડી, ઝીંઝુડા, પીપળીયા (ધા.), ચિરોડા (ઠાંગા) અને રાજપરા સહિતના ગામોને જોડતો આ મુખ્ય માર્ગ હાલ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. રસ્તા પર ડામર ગાયબ છે અને ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે.આ કારણે 108 એમ્બ્યુલન્સ જેવા વાહનોને પણ પસાર થવામાં મુશ્કેલી પડે છે,