ગોધરા: પેરોલ ફર્લો સ્કવોડ પોલીસે અપહરણના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને કંકુ થાંભલા ચોકડી ખાતે થી ઝડપી પાડયો
ગોધરા પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ ની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મોરવા હડફ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી રાકેશ કુમાર જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ વણઝારા નાઓ હાલમાં ગોધરા શહેરમાં આવેલ કંકુ થાંભલા ચોકડી પાસે છે જે મરેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરી બાતમી મુજબના આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી