ટંકારાની ભાગોળે 12 નાલા પાસે આજે વહેલી સવારે ટ્રેકટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ વાહનમાં ભારે નુકસાન થયું હતું. અકસ્માતને પગલે ટ્રક રોડની નીચે ઉતરી ગયો હતો. જ્યારે ટ્રેક્ટરના વ્હિલ નોખા થઈ ગયા હતા. આ અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.