સરકારી જમીનો અને ખાસ કરીને ગૌચરની જમીનો પર થતા દબાણો દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત કેશોદ તાલુકા વહીવટી તંત્રએ માણેકવાડા ગામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગામના ગૌચરની જમીન પર છેલ્લા ઘણા સમયથી થયેલા દબાણોને દૂર કરીને આશરે 800 વિઘા જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ કાર્યવાહી જૂનાગઢ જિલ્લા કલેક્ટરની તાજેતરની ગામ મુલાકાત અને સ્થાનિક અરજીને પગલે તાત્કાલિક ધોરણે કરવામાં આવી છે.