ભારતનાચૂંટણીપંચ, દિલ્હી દ્વારા તા.૦૧/૦૧/ર૦ર૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા (Special Intensive Revision) કાર્યક્રમ જાહેર કરેલ. જે અંતર્ગત ગણતરીનો તબક્કો તા.૧૪/૧૨/૨૦૨૫ ના રોજ પૂર્ણ થયેલ છે, પરંતુ દાહોદ જિલ્લાનો સમગ્ર ચુંટણી સ્ટાફ- બુથ લેવલ ઓફિસરથી લઇને જિલ્લા ચુંટણી અધિકારીની કચેરી સુધીના કર્મચારીઓની અથાગ મહેનત થકી નિયત સમયમર્યાદા પહેલા જ ૧૦૦ % કામગીરી સંપન્ન કરવામાં સફળ રહ્યા છે.