ધ્રાંગધ્રા: ચુલી નજીક તારંગા વિહાર ધામ નેમિનાથ દાદાની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શહેરમાં ભવ્ય શોભા યાત્રા નીકળી
ધ્રાંગધ્રા નાં ચુલી ગામ સ્થિત જૈનો નાં પવિત્ર તારંગા વિહાર ધામ ખાતે ભગવાન નેમિનાથ દાદા સરસ્વતી મંદિરે દાદાની અંજન શલુકા પ્રતિષ્ઠા નિમિતે ધ્રાંગધ્રા જૈન સમાજ દ્રારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. ધ્રાંગધ્રા નાં મુખ્ય રાજમાર્ગો ઉપર 30 થી વધુ પૌરાણિક બગીઓમાં વાદ્ય સંગીત, શંખનાદ અને ઢોલ નાં તાલે નીકળેલ શોભાયાત્રા નિહાળવા ધ્રાંગધ્રા વાસીઓ ઉમટી પડ્યા હતાં..