જૂનાગઢ: દામોદર કુંડમાંથી ગંદુ પાણી દૂર કરી સફાઈ કરાઈ , નવું પાણી ભરવાનું શરૂ કરાયું
જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડ ખાતે હજારો લોકો પિતૃકાર્ય માટે આવતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય વધ્યું હતું અને ગંદુ પાણી હોવાથી લોકોની આસ્થાને ઠેસ પહોંચી હતી તંત્ર દ્વારા દામોદર કુંડની સફાઈ કરાવવામાં આવી ગંદુ પાણી દૂર કરાયું અને નવું પાણી ભરવાનું શરૂ કરાયું છે.