પલસાણા: અંત્રોલીમાં PMની મુલાકાત વેળા રૂટમાં આવતી માત્ર 500 મીટર નહેર સાફ કરી તંત્ર પાણીમાં બેઠું
Palsana, Surat | Nov 23, 2025 ગત 15 નવેમ્બરે સુરત જિલ્લાના અંત્રોલીમાં બુલેટ ટ્રેન સ્ટેશન અને મેઇન્ટેનન્સ યાર્ડની મુલાકાત વખતે, નિયોલ હેલીપેડથી અંત્રોલી સુધીના રૂટ પરના રસ્તા અને કેનાલનું નવીનીકરણ અને સફાઈ કરવામાં આવી હતી. જોકે, અંત્રોલી ગામમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની ઉધના માઇનર કેનાલમાં માત્ર 500 મીટરના ભાગની જ સંપૂર્ણ સફાઈ કરાઈ, જે પીએમના રૂટમાં આવતો હતો. આ કામગીરીનો મુખ્ય હેતુ કેનાલની વાસ્તવિક સફાઈ નહોતો, પરંતુ પીએમ તરફથી કોઈ ઠપકો ન મળે તે હતો.