પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રુપી 30 દિવસીય શિવોત્સવનો પ્રારંભ.
Veraval City, Gir Somnath | Jul 25, 2025
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રુપી 30 દિવસીય શિવોત્સવનો પ્રારંભ શ્રાવણ માસમાં સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે.દેશ-વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે.સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમ પૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.સોમનાથ દાદાને પ્રથમ ધ્રજા રોહણ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ ના હસ્તે કરવામાં આવશે.