પલસાણા: ચલથાણમાં એલ.સી.બી.ની મોટી કાર્યવાહી, કારમાંથી રૂ.5.20 લાખનો વિદેશી દારૂ સાથે, એક ઝડપાયો બે વોન્ટેડ
સુરત જિલ્લા એલ.સી.બી / પેરોલ-ફર્લો શાખાએ ચલથાણ ગામની સીમમાં નહેર રોડ પર નાકાબંધી દરમિયાન ફોરવ્હીલ કારમાં લઈ જવાતો માતબર વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. ટાટા ઝેનોન કાર નંબર GJ-16-Z-0808 માંથી વિદેશી દારૂની બોટલ નંગ 792, કિંમત રૂ. 2.65 લાખ, તેમજ કાર સહિત કુલ રૂ. 5.20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. પકડાયેલા કારચાલકે દારૂ સેલવાસથી ભરી સુરત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીક સપ્લાય કરવાનો હોવાનો ખુલાસો કર્યો હતો. એક ઝડપાયો બે વોન્ટેડ જાહેર