પોશીના: તાલુકાના ઈટાવામાં બે બાઈક ટકરાવા મામલે ધિંગાણું સર્જાતા 9 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
શુક્રવારે સાંજે 7 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ તાલુકાના ઈટાવામાં બે બાઈક ટકરાવા મામલે સમાધાન થઈ ગયા બાદ સોશિયલ મીડિયામાં ધમકી ભર્યા મેસેજ કરવાનો મામલો અરજી સ્વરૂપે ખેરોજ પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ જેને લઈને ધિંગાણું સર્જાયું હતું. ત્યારે લાકડીઓ,લોખંડના સળિયાથી તેમજ કુહાડી થી એકબીજાને માર મારવા અંતર્ગત ખેરોજ પોલીસ સ્ટેશનમાં કુલ 9 જેટલા લોકો સામે સામસામે ફરિયાદ નોંધાઈ હતી.