ભાવનગર જિલ્લા ખાતે હોમગાર્ડ કચેરી પાનવાડી ખાતે સ્થાપના દિન ઉજવણી કરાઈ હતી. હોમગાર્ડ્ઝ સ્થાપના દિનની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રભાતફેરી, બેન્ડ પરેડ સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગ હોમગાર્ડ કમાન્ડન્ટ તેમજ મોટી સંખ્યામાં જવાનો અને મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.