રાજકોટ દક્ષિણ: રેલનગર વિસ્તારમાંથી જુગાર રમતા પાંચ જુગારીયા ઝડપાયા
આજરોજ સામે આવતી વિગતો અનુસાર પ્રદ્યુમન નગર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન ખાનગી રાહે હકીકત મળી હતી કે રેલ નગર કર્ણાવતી સ્કૂલ ની બાજુમાં આવેલ અમૃત સરિતા સોસાયટીમાં મેઈન રોડ ઉપર મકાનમાં મહિલા જુગાર રમાડે છે જેના આધારે સ્થળ પર જઈ જુગાર રમતા પાંચને ઝડપી પાડવામાં આવ્યા હતા અને રોકડ સહિત મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો.