દાહોદ: મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દાહોદની કુલ ૬ વિધાનસભા વિસ્તારની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ.
Dohad, Dahod | Dec 22, 2025 ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં તારીખ ૨૭ ઑક્ટોબર, ૨૦૨૫થી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત ગણતરીના તબક્કાની કામગીરી ખૂબ જ અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે. દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૬ વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદીની ૧૦૦ ટકા ડિજિટાઇઝેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે.