માંગરોળ તાલુકામાં મતદારોના નામો રદ કરવા મુદ્દે ભાજપ જિલ્લા પંચાયત સદસ્ય અફઝલ ખાન પઠાણ તેમજ ભાજપ લઘુમતી મોરચા ના આગેવાનો તેમજ અન્ય ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આડકતરી રીતે મતદારોના નામો રદ કરવાનું કાવતરું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નું હોવાનો આરોપ મૂક્યો છે આ મુદ્દે તેમણે માંગરોળના મામલતદારને એક આવેદનપત્ર આપ્યું હતું