ગોધરા: ITI ખાતે AI ફોર જોબ જાગૃતિ કાર્યક્રમ, યુવાનોને પ્રોફેશનલ કરિયર માટે AIનું માર્ગદર્શન
ભાગોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ગોધરા ITI ખાતે 'AI ફોર જોબ' વિષય પર એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગથી કારકિર્દીમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપવાનો હતો. કાર્યક્રમમાં આર.બી. કાર્સ (RB Cars) ના HR પરિમલભાઈ દ્વારા નોકરીવાંચ્છુ યુવાનોની પસંદગી પ્રક્રિયામાં HR પ્રોફેશનલ્સને પડતી મુશ્કેલીઓ અને અપેક્ષાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં