ચોટીલામાં આવેલી જેવીએચ દોશી પ્રાથમિક શાળામાં બાળકો તથા શાળાના સ્ટાફની હાજરીમાં યોગા માસ્ટર સમીર ઉપાધ્યાય દ્વારા લાફ્ટર યોગનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં સંસ્કૃતના શ્લોક સાથે વ્યાયામના દ્વારા સમીરભાઈ ઉપાધ્યાયએ બાળકોને ખડખડાટ 30 મિનિટ સુધી હસાવીને બાળકોને આનંદિત કરી દીધા હતા.આ લાફ્ટર યોગાનો 200થી વધુ બાળકોએ લાભ લીધો હતો. આજની દોડભાગ વાળી જિંદગીમાં માણસ પાસે દરેક સુવિધા છે. ઇન્ટરનેટ, મોબાઈલ, સોશિયલ મીડિયા તેમ છતાં માણસના જીવનમાં સરળતા કે શાંતિ નથી