હું ધારાસભ્ય અને રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયા ના હસ્તે બાબાપુર,તરવડા,મેડિ, સરંભડા રોડના કામનું ભૂમિ પૂજન કરાયું..
Amreli City, Amreli | Nov 30, 2025
રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે બાબાપુર–તરવડા–મેડી–સરંભડા રોડના રૂ. ૮૫૦ લાખના વિકાસ કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બાબાપુર–તરવડા–મેડી–સરંભડા સુધીના કુલ ૯.૮૦ કિમી રોડના વાઈડનીંગ અને નવીનીકરણનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ કર્યું. રૂ. ૮૫૦ લાખના આ પ્રકલ્પથી ગ્રામ્ય વિસ્તારના વાહનવ્યવહારને વધુ સરળતા મળશે. રસ્તાના ડામર, સી.સી. રોડ અને સ્ટ્રક્ચર કામનો સમાવેશ સાથે આ માર્ગ છેવાડાના ગામો માટે વિકાસનું મહત્વનું પગલું..