વડોદરા પશ્ચિમ: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
કલેક્ટર ડો. અનિલ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ડિસેમ્બર-૨૦૨૪ થી એપ્રિલ-૨૦૨૫ સુધીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સહાયક નિયામક અલ્પેશ ચૌહાણ દ્વારા બેઠકના એજન્ડા પર વિગતે ચર્ચા સહ તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી.