સુરતના અત્યંત વ્યસ્ત સીટી લાઈટ વિસ્તારમાં આવેલા અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ પર ગંભીર ચિંતાનું મોજું ફરી વળ્યું છે,જ્યાં એક પિલરમાં મોટી તિરાડો પડવા સાથે અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે,2016માં 55 કરોડના ખર્ચે બનેલા અને માત્ર 9 વર્ષના ગાળામાં જ 7 કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરાયેલા આ બ્રિજની જર્જરિત હાલત અને રિપેરિંગની ગુણવત્તા પર આ ઘટનાએ મોટો સવાલ ઊભો કર્યો છે...