ગોધરા સિવિલ હોસ્પિટલ પાસે જ ચાઈનીઝ દોરાએ યુવાનનું નાક વાઢ્યું! પંચમહાલ જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના કારણે અકસ્માતોનો સિલસિલો યથાવત છે. ગોધરા સિવિલ હોસ્પિટલ નજીકથી પસાર થઈ રહેલા એક બાઈક સવાર યુવાનના મોઢા પર ઘાતક દોરો ફિરાઈ જતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ગોધરાના શહેરના પોલિટેકનિક કોલેજ વિસ્તારમાં રહેતા દિવેશભાઈ પરમાર જ્યારે પોતાની બાઈક લઈને સિવિલ હોસ્પિટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક આભમાંથી આફત બનીને ચાઈ