થરાદ: કેનાલમાંથી નીલગાયનું રેસ્ક્યૂ:ફાયર ટીમે લુણાલ-વામી પુલ વચ્ચેથી જીવિત બહાર કાઢી
થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં પડી ગયેલી એક નીલગાયને ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક બચાવી લીધી છે. આ ઘટના લુણાલ અને વામી પુલ વચ્ચેના વિસ્તારમાં બની હતી.થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કેનાલમાં નીલગાય પડી હોવાનો કોલ મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.