રાજકોટ શહેરમાં વધુ એક વખત હત્યાની ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર આજે સાંજે શહેરના થોરાળા વિસ્તારમાં પતિના હાથે પત્નીની હત્યાની ઘટના સામે આવી હતી. પતિએ પત્નીને છરીના 10 જેટલા ઘા ઝીંકી પતાવી દીધાની ઘટના સામે આવતાની સાથે ક્રાઈમ બ્રાન્ચ ના ડીસીપી સિહિતના ભુજ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા