ચાંદી ₹ 11,500 ઉછાળી ₹ 1.92 લાખ રેકોર્ડ હાઇ, 2025માં 110 ટકા રિટર્ન,ચાંદીના ભાવ એક જ દિવસમાં 11,500 રૂપિયાના રેકોર્ડ ઉછાળા સાથે 1.92 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોચ્યા છે. વર્ષ 2025માં સોનાને પછાડી ચાંદીમાં 110 ટકા વળતર મળ્યું છે.સોના સાથે ચાંદી ભાવ સતત ઉંચી સપાટી પર પહોંચી રહ્યા છે. બુધવારે દિલ્હીના ઝવેરી બજારમાં ચાંદીમાં 11,500 રૂપિયાનો ઉછાળો આવ્યો અને 1 કિલોનો ભાવ 1.92 લાખ રૂપિયા ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યો હતો.