ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ઓચિંતી કાર્યવાહી કરી હતી. તેમણે ચોટીલાના ચીરોડા(ઠા) અને થાનગઢના વીજળીયા ગામની મુલાકાત લેતા તલાટી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો.મુલાકાત દરમિયાન, તલાટી-કમ-મંત્રીના દફતરની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. એપેન્ડીક્ષ-એ ફોર્મ ભરવામાં આવ્યું, જેમાં ખેતીવારી પત્રક, રોજમેળ, જન્મ-મરણ અને ઢોર રજીસ્ટર સહિતના ૮ મહત્વના નમુનાઓની ચકાસણી કરાઈ હતી.