ગઈકાલે મોડી રાતે સતલાસણામાં ચોરોએ તરખાટ મચાવીને 10થી વધું દુકાનોને નિશાન બનાવી દીધી છે. એ.પી.એમસી માર્કેટ અને હાઈવે પર પાર્લરોના તાળા તોડી ચોરીને અંજામ આયો છે. બન્ને જગ્યાઓ પર મળીને કુલ 7 લાખથી વધુંની ચોરી થઈ હોવાનો અંદાજ હાલ વેપારીઓ દ્વારા જાણવા મળેલ વિગ્ત દ્વારા આવી રહ્યો છે. રાતના સમયે ચોરોએ તરખાટ મચાવતા પોલીસના નાઈટ પેટ્રોલિંગ કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા છે. દુકાનોમાં લાગેલા સીસીટીવીમાં પણ ચોરો દેખાય રહ્યા છે.