વિસનગર: શહેર પોલીસ સ્ટેશનમાં આરોપીઓને છાવરતા હોવાનો આક્ષેપ સાથે મહિલાઓનો હોબાળો, વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ
વિસનગર શહેર પોલીસ મથકમાં ગતરોજ કમાણા ચોકડી પર થયેલ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. જેમાં આરોપીઓને પકડતા ફરિયાદી પક્ષની મહિલાઓ પોલીસ સ્ટેશન આવીને હોબાળો મચાવી પોલીસ આરોપીઓને છાવરતા હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. જ્યાં પોલીસે પણ મહિલાઓને માર મારતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો.