વડાલી તાલુકા કોંગ્રેસ દ્વારા વડાલી શહેરના સ્વામી વિવેકાનંદ ચોક થી મામલતદાર કચેરી સુધી જન આક્રોશ રેલી સ્વરૂપે પહોંચી હતી. વડાલી શહેરમાં અને તાલુકામાં દારૂબંધી થાય તે બાબતે વડાલી કોંગ્રેસ દ્વારા ભાઈઓ બહેનો સાથે રેલી યોજી મામલતદાર શ્રી ને આજે બે વાગે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં વડાલી તાલુકા પ્રમુખ અને આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને મહિલા આગેવાને પોતાની પ્રતિક્રિયા આપી હતી.