આજે સાંજે 7:00 વાગ્યાની આસપાસ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. તેમના આગમનને ધ્યાનમાં રાખી હીરાસર એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એરપોર્ટ પરથી તેઓ સીધા આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારને મળી તેમને સંવેદના પાઠવશે અને ત્યારબાદ તેઓ એક પ્રેસ કોન્ફરન્સ યોજનાર છે.