કેબિનેટ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી સુરતમાં,કહ્યું લોકોને સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જવાનો પ્રયાસ છે
Majura, Surat | Dec 13, 2025 રાજ્યના કેબિનેટ મંત્રી અને કૃષિમંત્રી જીતુ વાઘાણી એ સુરત ખાતે નિવેદન આપતા જણાવ્યું કે,લોકોને સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જવાનો આ પ્રયાસ છે.સૌથી વધારે આવક ધરાવતું સુરત apmc છે.ખેડૂતોના માલની બજાર કિંમત વધારે મળે તે માટેનું આયોજન છે.જેને બીમારી હોય તેના આરોગ્ય માટેના દવાખાના ની સુવિધા અહીં છે.સરકાર ખેડૂતોની જોડે છે.ખેડૂતોની આવક ડબલ થાય તે માટેના પ્રયાસ છે.સુરત જિલ્લામાં પણ ખેડૂતોના ખાતામાં રાહત પેકેજના પૈસા આવી રહ્યા છે.