ધરમપુર: પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ બે આરોપીને પલસાણા પોલીસ પાસેથી વધુ તપાસ માટે ધરમપુર પોલીસ સ્ટેશને લવાયા
ગુરૂવારના રોજ 5:30 કલાકે રજૂ કરાયેલા આરોપીની વિગત મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પોલીસ સ્ટેશનમાં પ્રોવીબિશનના ગુનામાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ આરોપીને શોધવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી હતી. જેમાં કણાવ ગામના પાટીયા પાસેથી પલસાણા પોલીસે શંકાના આધારે તપાસ કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા.અને પૂછતાછમાં તે ધરમપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ ધરમપુર પોલીસ વલસાડને કરવામાં આવી હતી.