વડાલી અનાજ માર્કેટ યાર્ડ ખાતે 24 નવેમ્બર થી ટેકા ના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો હતો. તેમાં ચાર દિવસમાં 195 ખેડૂતોને મેસેજ કરાયા હતા. તેમાંથી 70 ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા. આજના દિવસના અંતે કુલ 4,025 બોરીની આવક નોંધાઈ છે.આ માહિતી આજે ત્રણ વાગે વડાલી માર્કેટ યાર્ડના સેક્રેટરી અને ખરીદ અધિકારી ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું