પલસાણા તાલુકામાં ભૂગર્ભજળ રિચાર્જ યોજના અમલમાં ભૂગર્ભજળના ઘટતા સ્તરને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા લોકભાગીદારી આધારિત બંધ બોરવેલ, ટ્યુબવેલ અને કૂવાઓ રિચાર્જ યોજના અમલમાં મુકાઈ છે. યોજનામાં કુલ ખર્ચના ૯૦ ટકા રાજ્ય સરકાર અને ૧૦ ટકા લાભાર્થી દ્વારા ભરવાના રહેશે. મહત્તમ રૂ.૧.૬૬ લાખના ખર્ચમાં સરકાર રૂ.૧.૪૯ લાખ સહાય આપશે. યોજનાનો લાભ લેવા https://borewell-recharge.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.