ગોધરા: સામાજિક કાર્યકરની ભુરાવાવના હંગામી બસસ્ટેન્ડને પુનઃ વહેલીતકે લાલબાગ વિસ્તારમાં ખસેડવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત
ગોધરામાં ફ્લાયઓવર કાર્યને કારણે લાલબાગ બસ સ્ટેન્ડને હંગામી રીતે ભુરાવાવ વર્કશોપ ખાતે ખસેડાયું છે, જે મુસાફરો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે મુશ્કેલીરૂપ બન્યું છે. બસ સ્ટેન્ડ મુખ્ય રોડથી 500–600 મીટર અંદર હોવાથી બેસવા કે છાયડાની સુવિધા નથી, જેના કારણે ગરમી અને ચોમાસામાં લોકો બહુ હાલાકી અનુભવે છે. સામાજિક કાર્યકર સંજય ટહેલ્યાનીએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને બસ સ્ટેન્ડ ને લાલબાગ ખાતે ફરી શરૂ કરવા રજૂઆત કરી છે. હાલના સ્થળેથી રેલવે સ્ટેશન અને અન્