શનિવારે ઉન ચાર રસ્તા નજીક આવેલ સનાબિલ પાસે ઓટો રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો.ટ્રાફિક પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આરોપ સાથે ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.રસ્તો બ્લોક કરી આડાસ હતાં ઊભી કરવામાં આવી હતી.જ્યાં સ્થળ પર પહોંચેલી પોલીસે તમામને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.દરમ્યાન ઓટો રિક્ષા ચાલકોએ ટ્રાફિક પોલીસ સામે ભારે સુત્રોચાર અને નારેબાજી કરી રોષ વ્યક્ત કર્યો હતો.