સોમનાથ સ્વાભિમાન પર્વ સંદર્ભે આજરોજ તા. 08/01/2026, બુધવારે સવારે 11 વાગે ધોળકા ખાતે ચંદ્ર મૌલેશ્વર મહાદેવ ખાતે 72 કલાક સળંગ શિવ ધૂનનો પ્રારંભ કરાયો હતો. જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ પંડ્યા, સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.